Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનનો કાળો કારોબાર કરનાર બે આરોપીઓની ધરપકડ

એક આરોપી જૈનમ મહેશ શાહ આઇટીનો વિદ્યાર્થી: બીજો આરોપી બલવંત સિંગ જનક સિંગ એસવીપી હોસ્પિટલમાં ઓપરેશન રૂમ આસિસ્ટ તરીકે નોકરી કરે છે: ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને તેનુ વેચાણ કરતા હતા

અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનનો કાળો કારોબાર કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઇન્જેક્શનનું ઓનલાઈન વેચાણ કરતા હતા. આરોપીઓ બ્લેક ફંગસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનની એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકીને તેનુ વેચાણ કરતા હતા. આ પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવી હતી. જેને આધારે લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારી હરકતમાં આવ્યા હતા અને આરોપીઓને પકડવા માટે પોલીસ જ ગ્રાહક બનીને આરોપીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વધુ રૂપિયા કમાવાની લાલચે આરોપીઓ પોલીસની જાળમાં ફસાયા હતા. પોલીસે વોચ ગોઠવીને બે આરોપીઓની દબોચી લીધા હતા.

 પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ લીધા હતા. જેમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એક આરોપી જૈનમ મહેશ શાહ આઇટીનો વિદ્યાર્થી છે અન્ય એક આરોપી બલવંત સિંગ જનક સિંગ એસવીપી હોસ્પિટલમાં ઓપરેશન રૂમ આસિસ્ટ તરીકે નોકરી કરે છે. બન્ને આરોપીઓ બ્લેક ફંગસની સારવારમાં વાપરવા આવતા ઇન્જેક્શન વેચવાનો વેપલો કરવા નીકળ્યા હતા.

(10:34 pm IST)