Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

છ વર્ષ પૂરા થાય પછી જ ધોરણ–૧માં પ્રવેશ મળશે

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : રાજ્યમાં ૨૦૨૩–૨૪થી અમલ : આરટીઈ અંતર્ગત ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ

અમદાવાદ,તા. : રાજ્ય સરકાર દ્રારા હવે વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ધોરણ૧માં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયર કે.જીમાં ભણતા વિધાર્થીઓને મુશ્કેલી પડે તે માટે નિર્ણય ૨૦૨૩૨૪ના શૈક્ષણિક સત્રથી અમલી બનશે. હાલ ત્રણ વર્ષ સુધી વર્ષ સુધીના બાળકોને પ્રવેશ અપાશે અને ત્યાર પછીના વર્ષથી વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિધાર્થીઓને ધોરણ૧માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્રારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં જૂનના રોજ વર્ષ પૂર્ણ થયું હોય તેવા બાળકોને ધોરણ૧માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦૨૧, ૨૦૨૧૨૨, અને ૨૦૨૨૨૩ દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં જૂનના રોજ વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ૧માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયરસીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ ૨૦૨૩૨૪થી કરવામાં આવશે.

             સરકાર દ્રારા નવા નિયમો અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. હવે જે વાલીઓ તેમના બાળકોને પ્રિપ્રાયમરીમાં પ્રવેશ અપાવે ત્યારે બાળકની ઉંમરને ધ્યાનમાં લઈ બાળક વર્ષનું થાય ત્યારે તેને ધોરણ૧માં આવે તે પ્રકારનું આયોજન કરે તે માટેની સૂચના આપવામાં આવી છે. ૨૦૨૩૨૪થી યારે નિયમો અમલી બનશે તેના માટે વાલીઓએ અત્યારથી પ્રિપ્રાયમરીમાં પ્રવેશ વખતે બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખવાની રહેશેઅત્યારે ધોરણ૧માં પ્રવેશ માટેની ઉંમર વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર જૂનના રોજ વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને પ્રવેશ આપવામાં આવે છે. જોકે, રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાયમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાય સરકાર દ્રારા ધોરણ૧માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(10:05 pm IST)