Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત : માલવાહક વાહનોને-ગુડ્ઝ કેરેજને મોટર વાહન કર ભરવામાંથી બે મહિનાની મુક્તિ અપાઈ

રાજ્યના 2.80 લાખ માલવાહક વાહનધારકોને અંદાજે કુલ 100 કરોડ રૂપિયાની રાહત મળશે:એપ્રિલ અને મે માસનો મોટર વાહન ટેક્સ લેવાશે નહીં

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસથી ઉદભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાંથી રાજ્યના અર્થતંત્રને અને જનજીવનને પુન:ધબકતુ અને પૂર્વવત કરવા ૧૪૦૨૨ કરોડ રૂપિયાનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલુ છે

  મુખ્યમંત્રીએ આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને રાજ્યમાં માલવાહક વાહનો-ગુડ્ઝ કેરેજને મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી એપ્રિલ અને મે એમ બે માસ માટે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના ગુડ્ઝ કેરેજ-ટ્રાન્સપોર્ટ ઓનર્સ દ્વારા લૉકડાઉનની સ્થિતિમાં વાહન યાતાયાત પરના નિયંત્રણના કારણે તેમને આવો મોટર વ્હિક્લસ ટેક્સ ભરવામાંથી રાહત આપવાની રજૂઆત મળી  હતી

  મુખ્યમંત્રીએ રજૂઆતનો ત્વરીત સાનુકૂળ પ્રતિસાદ આપતા આવા ગુડ્ઝ કેરેજ માટે બે મહિનાનો મોટર વ્હિકલ ટેક્સ રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે

મુખ્યમંત્રીના નિર્ણયના પરિણામે રાજ્યના 2 લાખ 80 હજાર માલવાહક વાહનધારકો-ગુડઝ કેરેજ ઓનર્સને એપ્રિલ અને મે બે મહિનાનો મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળતા કુલ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાની રાહત થશે.

  મુખ્યમંત્રીએ ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખાનગી લકઝરી બસ-કોન્ટ્રેકટ કેરેજ બસ તથા જીપ, ટેક્સી-મેક્સી કેબને લૉકડાઉનની સ્થિતિમાં રાહત આપતા માસ માટે એટલે કે ૧લી એપ્રિલ થી ૩૦મી સપ્ટેમ્બર સુધીના સમય માટે રોડ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ માફી આપેલી છે તેનો લાભ અંદાજે ૬૩ હજાર જેટલાં આવા વાહનધારકોને મળવાનો છે

હવે, લાખ ૮૦ હજાર માલવાહક વાહનધારકોને પણ બે મહિના માટે મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી મુખ્યમંત્રીશ્રીએ મુક્તિ આપી છે

(9:54 pm IST)