Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમદાવાદમાં કોરોનાના વધુ 324 કેસ સહીત રાજ્યમાં નવા 510 પોઝિટિવ કેસ:કુલ આંકડો 19119 થયો: વધુ 35 લોકોના મોત

સુરતમાં નવા 67 કેસ ,વડોદરામાં વધુ 45 કેસ,ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9 કેસ,પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે, આજે વધુ 510 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 35 દર્દીના મોત થયા છે. સાથે જ 344 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 324 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોનાં મોત નીપજ્યા છે

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 510 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 19119 થઇ છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ  35 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 30 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 68.05 ટકા થયો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 35 દર્દીઓના મોત થતા મૃતાંક 1190 પર પહોંચ્યો છે.

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 324 કેસ, સુરતમાં નવા 67 કેસ ,વડોદરામાં વધુ 45 કેસ,ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9 કેસ,પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૧૦ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૩૨૪

સુરત

૬૭

વડોદરા

૪૫

ગાંધીનગર

૨૧

મહેસાણા

પાટણ

જામનગર

વલસાડ

ભાવનગર

અમરેલી

ખેડા

ભરૂચ

સુરેન્દ્રનગર

ડાંગ

બનાસકાંઠા

રાજકોટ

અરવલ્લી

સાબરકાંઠા

છોટા ઉદેપુર

જુનાગઢ

નવસારી

દેવભૂમિ દ્ધારકા

કુલ

૫૧૦

(9:54 pm IST)