Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વડોદરાની ગોત્રી હોસ્પિટલની બેદરકારી : ભોજનમાં જીવાત નીકળી ! :દંપતીએ વિડીયો બનાવી અંધેર તંત્રની પોલ ખોલી

આરોગ્ય વિભગના અધિકારીઓ યોગ્ય જવાબ ના આપતા હોવાનો આક્ષેપ કર્યો

અમદાવાદ: વડોદરામાં ગોત્રી હોસ્પિટલની વધુ એક બેદરકારી  બહાર આવી છે  કોરોનાના લક્ષણો આવતા ટેસ્ટિંગ માટે ગયેલા દંપતીના ભોજનમાં જીવાત નીકળી હતી. દંપતીએ આ મામલે વિડીયો વાયરલ કરી અંધેર તંત્રની પોલ ખોલી હતી. દર્દીએ વીડિયોમાં હોસ્પિટલ સાથે સાથ આરોગ્ય વિભગના અધિકારીઓ યોગ્ય જવાબ ના આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

 અંગે મળતી વિગત મુજબ વડોદરાના પાદરા ખાતે રહેતા અને સેવા કાર્યો કરતા ભાવિન પાટણવાડિયાએ વિડીયો વાયરલ કરી ખુલાસો કર્યો છે. જે મુજબ કોરોનાના લક્ષણો જણાતા તે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે ગયા હતા. હોસ્પિટલમાં ભાવિનને બે કલાક સુધી પાણી નહતું મળ્યું. જમવાનું આવ્યું તેમાં પણ જીવાત અને કીડા નીકળતા ભાવિન અને તેની પત્ની નિધી ચોંકી ગયા હતા. હોસ્પિટલ તરફથી અપાયેલા ભોજનમાં રીતસરની જીવાત જોવા મળી હતી.

ભાવીને જણાવ્યું છે કે, આરોગ્યના અધિકારીને રિપોર્ટ કઢાવવા માટે તેણે ફોન કર્યો હતો. અધિકારીએ ભાવિનને તમે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવો સરકારીમાં ત્રણ દિવસ લાગશે. ભાવીને અધિકારીઓના આ જવાબ કેટલો યોગ્ય છે તે પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. હોસ્પિટલમાં જમવામાં જીવાત અને કીડા ઉપરાંત યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાવ્યું છે.

(6:58 pm IST)