Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

બીજેપી દ્વારા મને પણ પંદર કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. મને સતત ત્રીજી વખત બીજીપી દ્વારા ઓફર કરાઈ છે, સરકારે આ પૈસા કોરોના માટે વાપરવા જોઈએ. આ રૂપિયા ધારાસભ્યોને ખરીદવા માટે વાપરો છે, તેના કરતા આ પૈસા વૈજ્ઞાનિકો અને દવાઓ માટે વાપરો. તો કંઈક ભલું થશે. : માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજા

Photo: 011

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી થઈ છે. એક પછી એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના બે ધારાસભ્યના રાજીનામા પછી આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામા આપતા કોંગ્રેસને વધુ એક ઝાટકો બીજેપીએ આપ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ મોટો દાવો કરીને ખળભળાટ મચાવી છે.

માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ બીજેપી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, બીજેપી દ્વારા મને પણ પંદર કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. મને સતત ત્રીજી વખત બીજીપી દ્વારા ઓફર કરાઈ છે, ત્યારે બાબુ વાજાએ ગુજરાત સરકારને સલાહ આપતા જણાવ્યુ કે, સરકારે આ પૈસા કોરોના માટે વાપરવા જોઈએ. આ રૂપિયા ધારાસભ્યોને ખરીદવા માટે વાપરો છે, તેના કરતા આ પૈસા વૈજ્ઞાનિકો અને દવાઓ માટે વાપરો. તો કંઈક ભલું થશે. અગાઉ પણ માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ દાવો કર્યો હતો કે, મને 3 ધારાસભ્ય સાથે આવવા માટે 100 કરોડની ઓફર બીજેપી તરફથી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના મોરબી વિસ્તારના બ્રિજેશ મેરજાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. તેના પહેલા કરજણ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાનાં ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપ્યાં હતા. અગાઉ લૉકડાઉન પહેલા પણ 4 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

(4:48 pm IST)