Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

પક્ષપલ્ટો કરનારાને પ્રજા જાકારો આપે છે, વિરોધ પક્ષના ધારાસભ્યો ઉપર સામ, દામ, દંડ અને ભેદની નીતિઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પ્રહારો

ગાંધીનગર: સતત બીજા દિવસે ત્રીજા ધારાસભ્યના રાજીનામાથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજેશ મિર્ઝા ના રાજીનામા વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કેબ્રિજેશ મિરઝાએ 11 વાગ્યે ઈમેલ દ્વારા રાજીનામું આપવાનું જાણ કરી હતી. પછી વિધાનસભા અધ્યક્ષ પણ રાજીનામું સ્વીકારીને જાણ કરી છે. કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયા ત્યારે તેમની વિચારધારાથી જોડાતો હોય છે. વિરોધ પક્ષના ધારાસભ્યો પર સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે. ભાજપ ભાજપની નીતિ છે કે ધારાસભ્ય કામ નથી કરતા. ભાજપની લોકોને ખરીદીને પોતાની રાજનીતિ કરી છે.

તેમણે જણાવ્યું કે, ગઈકાલે પક્ષની મિટિંગ હતી. સરકાર સામે કયા આંદોલન કરવું લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા જેવા પ્રશ્નો બ્રિજેશ મિશ્રાએ કાલની મિટિંગમાં ઊભા કર્યા હતા. પણ એકાએક શું થયું ખબર નથી. રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસના નવા પ્રશ્નો ઉભા થાય છે. વ્યક્તિગત લાભ માટે આમ કરવામાં આવે છે. અમારા ધારાસભ્યોને મંત્રીપદની લાલચ આપી છે, કેસ કરીને બ્લેકમેઈલિંગ કર્યા છે. કરોડો રૂપિયામાં ખરીદ્યા છે. આ ધારાસભ્યોમાં આ રીતે ખરીદવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીનો સિમ્બોલ બાજુ પર મૂકીને પ્રજા પર જે બતાવે છે ને તમને ખબર પડે કે સાચી સ્થિતિ શું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ દ્વારા લોકશાહીની પરંપરાઓ તોડીને, પૈસાથી, સત્તાથી કે બીજા દબાણ હેઠળ ખરીદી ફ્રોડ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આવા લોકો ફરી પ્રજા પાસે જાય તો પ્રજા જાકારો પણ આપે છે. કદાચ કોઈને પ્રશ્ન હોય તો વિધાનસભા લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી વખતે પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્યો પ્રથમ વોટ શક્તિસિંહને આપશે અને બીજો વોટ ભરતસિંહ સોલંકીને આપશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને હજુ પણ વિશ્વાસ કોંગ્રેસના બંને ઉમેદવારો બેસશે તે પ્રકારની કોંગ્રેસની રણનીતિ છે. કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ છે.

(4:39 pm IST)