Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

શાળાઓમાં ૩૦ જુન સુધી વેકેશન

કોલેજ-યુનિ.ઓમાં તા. રર સુધી વેકેશન જાહેર થયેલ છે તે પણ લંબાવાની શકયતાઃ સતાવાર જાહેરાત ટુંક સમયમાં

રાજકોટ, તા. ૫ :. રાજ્ય સરકારે કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ તમામ શાળાઓમાં લગભગ ૩૦ જૂન સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. કોલેજો અને યુનિવર્સિટીઓનું વેકેશન ૨૨ જૂન સુધી જાહેર થયેલ છે. તે પણ લંબાવવામાં આવે તેવી શકયતા છે.

કોરોનાના કારણે માર્ચના ત્રીજા અઠવાડીયાથી જ શાળા-કોલેજો બંધ છે. એપ્રિલમાં સરકારે વેકેશન જાહેર કરી દીધેલ. શાળાઓમાં ૮ જૂન સુધીનું વેકેશન જાહેર કરાયેલ પરંતુ હજુ કોરોનાની સ્થિતિ શાળાઓ શરૂ કરી શકાય તેવી નથી તેથી કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ સરકારે મહિનાના અંત સુધી વેકેશન લંબાવવાનું નક્કી કર્યુ છે. જો જૂન અંતમાં કોરોનાની પરિસ્થિતિ થાળે પડી ગઈ હશે તો જુલાઈ પ્રારંભે નવી ગાઈડ લાઈન મુજબ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવશે.

(4:04 pm IST)