Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કેવડિયા છ ગામ અસરગ્રસ્તો બાબતે તમેં ચૂપ કેમ છો કહી ભરૂચ સાંસદને ધમકી આપનાર બે વિરુદ્ધ ફરીયાદ

મનસુખભાઇ વસાવા અને ગણપત રબારીને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ ની ફોન પર ધમકી બાબતે ભાગ્યેશ વસાવા તેમજ અન્ય એક સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ઘણા દિવસથી ચાલી રહેલા કેવડિયા છ ગામના અસરગ્રસ્તોના ઘર્ષણનો મામલો દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે જેમાં પોલીસ અને ગામના લોકો વચ્ચે વારંવાર ઘર્ષણ ઉભું થાય છે. આ મામલે પી.એમ. મોદી સુધી પણ ફરિયાદ કક્રાઇ છે પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનો માં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા આ મામલે કેમ ચૂપ છે તેમ કહી ગત તારીખ 2 જૂન ની સાંજે મનસુખભાઇ પર મો.નં ૬૩૦૩૯૪૯૯૧૭ ઉપરથી વાત કરનાર ભાગ્યેશ વસાવા તથા અન્ય એક વ્યક્તિ એ ધમકી આપી હોવાની ફરિયાદ ખુદ સાંસદ મનસુખભાઇ એ રાજપીપળા પો.સ્ટે.માં કરી છે.

  ફરિયાદ માં જણાવ્યા મુજબ ગત તારીખ 2 જૂન ની સાંજે મનસુખભાઇ પર મો.નં ૬૩૦૩૯૪૯૯૧૭ ઉપરથી વાત કરનાર ભાગ્યેશ વસાવા તથા અન્ય એક વ્યક્તિ એ જણાવ્યું કે કેવડીયા આદિવાસી ઓ ઉપર તમારી સરકાર જુલ્મ ગુજારે છે તમે ચુપ કેમ છો ? તમને અને ગણપત રબારી ને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ તેમ કહી ગમેતેમ ગાળો બોલી ધમકી આપી ગભરાટ ફેલાવતા મનસુખભાઇ વસાવા એ ધમકી બાદ ગતરોજ રાજપીપળા પો.સ્ટે.માં ભાગ્યેશ વસાવા અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ ટાઉન પી.આઈ. આર.એન.રાઠવા કરી રહ્યા છે

(1:11 pm IST)