Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

'ર-જી' માંથી '૪-જી' માં કન્વર્ટ કરવાના મેસેજનો જવાબ, ૧.૯૩ લાખમાં પડ્યો

આઇડીયા કંપની તરફથી છેલ્લા બે દિવસથી ગ્રાહકોને સાવધાન કરતા મેસેજો મળી રહયા છે તેનું રહસ્ય આ સમાચારમાં છૂપાયુ છે : 'ર-જી' માંથી '૪-જી' અપગ્રેડ નહિ થાય તો, સીમકાર્ડ બંધ થઇ જશે તેવુ જણાવી ભેજાબાજે ગભરાવેલઃ ફરીયાદીનો મોબાઇલ નંબર આરોપીએ પોતાના મોબાઇલમાં એકટીવીટ કરી આઇસીઆઇસીઆઇ બેંકમાંથી કટકે કટકે કરેલી છેતરપીંડીથી પોલીસ કમિશ્નર-સ્પે. પોલીસ કમિશ્નર તથા સાયબર ક્રાઇમના ડીસીપી ચોંકી ઉઠયાઃ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., પઃ આઇડીયા કંપની દ્વારા છેલ્લા બે દિવસ થયા પોતાના ગ્રાહકોને શંકાસ્પદ એસએમએસ, કોલ અને ઇ-મેઇલ દ્વારા તેમના સીમકાર્ડને '૪-જી' માં અપગ્રેડ કરવાના મેસેજ આવે તો તેને ધ્યાને ન લેવા  જણાવ્યું છે. આઇડીયા કંપની દ્વારા ગઇકાલે પણ પોતાના ગ્રાહકોને આવા શંકાસ્પદ કોલ-ઇ-મેઇલ અને એસએમએસનો પ્રત્યુતર ન આપવા વિનંતી કરતા મેસેજનું રહસ્ય શું છે?  તેવી જીજ્ઞાસા થાય તે સ્વભાવિક છે. આનુ રહસ્ય એક સમાચારમાં છૂપાયું છે, તો ચાલો  આખા કિસ્સાથી માહિતગાર થઇએ.

અમદાવાદના મહેશસીંગ રાઠોડને આઇડીયા કસ્ટમર કેરમાંથી વાત કરતો હોવાનું જણાવી તેમનું સીમકાર્ડ 'ર-જી'માંથી '૪-જી' અપગ્રેડ નહિ આવે તો સીમકાર્ડ હંમેશ માટે બંધ થઇ જશે અને તમને નુકશાન જશે.

ફરીયાદીને પ્રથમ ગભરાવી તેને વિશ્વાસમાં લઇ તેમના મોબાઇલ નંબર ઉપર આરોપી પાસે બ્લેક સીમકાર્ડનો સીમ નંબર મેસેજ મોકલી આપેલ. આરોપીએ એવુ જણાવેલ કે તમારો ફોન ર૪ કલાક બંધ રહેશે ત્યાર બાદ '૪-જી' અપગ્રેડ થશે.

ત્યાર બાદ ભેજાબાદ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ નંબર પોતાના મોબાઇલમાં એકટીવેટ કરી આઇસીઆઇસીઆઇ બેંકમાં લીંક થયેલ મોબાઇલ નંબરના આધારે કટકે કટકે ૧,૯૩,૦૩૫ ઉપાડી લેતા પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા ડીસીપી રાજદીપસિંહ ઝાલા વિગેરે ચોંકી ઉઠી ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસનો ધમધમાટ પીઆઇ એસ.ડી.કાળાત ટીમ દ્વારા શરૂ થયો છે.

ર-જી'માંથી '૪-જી'માં કન્વર્ટ કરવાના મેસેજ સામે લોકોએ કેવી કેવી સાવધાની રાખવી?:  અમદાવાદના સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાવચેતીના સૂરો રેલાવે છે

રાજકોટ, તા., પઃ ર-જી'માંથી '૪-જી'માં કન્વર્ટ કરવાના કંપનીના નામે લોકોને મળતા મેસેજ, અને તે દ્વારા  થતી મોટી રકમની છેતરપીંડી સામે સાવધ રહેવાની અપીલ કરવા સાથે કેટલીક સૂચનાઓ લોકો માટે અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના સ્પે.પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું છે કે લોકોએ આવા મેસેજો પ્રત્યે કાળજી રાખવી, કોઇ કંપનીના નામ દ્વારા આવા મેસેજ આવે તો પોતાના નંબર ફોરવર્ડ ન કરવા.

બેંક સાથે લીંક થયેલો ફોન કોઇ કારણોસર બંધ થાય તો તુર્ત જ તપાસ કરવી. અજયકુમાર તોમરે વિશેષમાં એવી પણ અપીલ કરી છે કે 'ર-જી'માંથી '૪-જી'માં કન્વર્ટ કરવા લોકોએ જાતે જ કંપનીના સ્ટોલ પર જવુ.  બેંક સાથે લીંક ટેલીફોન નંબર લાંબા સમયથી બંધ રહેતો હોય તો તેની અચુક તપાસ કરવી.

(12:51 pm IST)