Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોનાનું મૂળ શોધવા ICMR ની ટીમમાં બે દિવસથી સુરતમાં ધામા : કંટેઇન્મેન્ટ ઝોનમાંથી 18 વર્ષથી ઉપરના લોકોના 500 સેમ્પલ લીધા

સીરો - સર્વેલન્સ માટે ટીમ ખાસ સુરત પહોંચી : બ્લડ સેમ્પલની સાથે એલીઝા ચેક કરશે

સુરત :  કોરોનાના કેસ ફેલાતા રોકવા અને કયા વર્ગમાં વધુ આ કેસ ફેલાઇ રહ્યા છે. તેની ઉંડાણ પુર્વક તપાસ આઇસીએમઆર (ICMR) દ્વારા શરૂ કરાઈ છે છેલ્લા બે દિવસથી ઇસીએમઆરની ટીમએ સુરતમાં ધામા નાખ્યા હતા. અને કોરોના સ્પ્રેડરના મૂળ સુધી પહોચવા માટે ખાસ કરીને જે કન્ટેઇન્ટમેન્ટ ઝોન છે. તે વિસ્તારમાં સીરો-સવેર્લન્સની કામગીરી શરૂ કરી હતી. દિવસમાં કન્ટેઇન્મેન્ટમાં રહેલા 18 વર્ષની ઉપરના 500 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

  આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસથી આઇસીએમઆરની ટીમ દ્વારા સુરતમાં ધામા નાખવામાં આવ્યા હતા. આ ટીમ દ્વારા સીરો - સર્વેલન્સ માટે ખાસ સુરત આવી હતી. જેના ભાગ રૂપે સુરતના પાંચ કન્ટેઇનમેન્ટ વિસ્તાર જેવાકે રાંદેર, નાનપુરા, ગોપીપુરા, મગોબ અને કાપોદ્રા વિસ્તારમાં 18 વર્ષથી ઉપરના 500 જેટલા લોકોના રેન્ડમ સીરો- સર્વેલન્સમાં લેવામાં આવ્યા હતા. જેમાં બ્લડ સેમ્પલની સાથે એલીઝા ચેક કરવામાં આવે છે.

  આ તમામ સેમ્પલો ચેન્નાઇ ખાતે આઇસીએમઆરની લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ લેવા માટે સ્પેશલ આઇસીએમઆરના સાઇન્ટીસ ડો રાકેશ બાલચંદ્ર સુરત આવ્યા હતા.જેમની સાથે ડબ્લ્યુંએચઓના કન્સલટન્ટ પણ સુરત આવ્યા હતા. આગામી દિવસમાં આ સેમ્પલના રીઝલ્ય આઇસીએમઆર દ્વારા મનપાના આરોગ્ય વિભાગને જણાવવામાં આવશે જેથી કોરોનાને મુળ માથી દુર કરવા માટે મનપા તૈયારીઓ કરી શકશે.

(10:22 pm IST)