Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગળતેશ્વર તાલુકામાં પીવાના પાણીની બાબતે લોકોને હાલાકી

ગળતેશ્વર:તાલુકાના એક ગામમાં પીવાનુ પાણી દુષિત આવતુ હોવાને કારણે લોકો મુશકેલીમાં મુકાયા છે.ગામમા નાખવામાં આવેલ હેન્ડપંપમાંથી દુષિત પાણી આવતુ હોવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત રેહલી છે.કાળ ઝાળ ગરમીમાં આ દુષિત પાણી પીવા થી લોકોને બિમાર થવાનો ભય રહેે છે. ગળતેશ્વર તાલુકાના વાધરોલી તાબે આવેલ ખાખરીયા ગામે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે.ખાખરીયા ગામે આશરે એક હજાર થી વધુ વસ્તીધરાવે છે.તેમજ આશરે સાતસૌ થી આઠસૌ મુંગા પશુઓ છે.આ ગામનો પાણીનો મુખ્ય આધાર હેન્ડપંપ પર આધારિત છે.ગામમાં છ હેન્ડપંપ નાખવામાં આવ્યા છે. છ માંથી પાંચ હેન્ડપંપ ચાલુ હાલતમાં છે જ્યારે સેનવાસમાં આવેલ હેન્ડપંપ બંધ હાલતમાં છે.છેલ્લા ઘણા સમય થી પેટાળમાંથી દુર્ગધમારતુ પાણી અને હડોળુ પાણી આવે છે.જેના કારણે ગ્રામજનો કે પશુઓ પાણીનો ઉપયોગ કરી શકતા નથી.તેમજ હેન્ડપંપનુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તેવી દહેશતથી ગ્રામજનો પાણી પીતા નથી.ખાખરીયા ગામમાં સોનવાસ,ગોરધનભયજી,પ્રા.શાળા પાસે આવેલ ત્રણેય હેન્ડપંપમાંથી દુર્ગધ મારતુ દુષિત પાણી આવતુ હોવાને કારણે લોકોને પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે.જ્યારે ગામમાં આવેલ બે કુવાનુ પાણીપણ ક્ષારવાળુ અને દુષિત આવે છે.માટે પાણીનો ઉપયોગ થઇ શક્તો નથી.

(5:47 pm IST)