Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કલોલ તાલુકાના પાનસર નજીક બાઈક પર કલોલ જઈ રહેલા બે મિત્રોને રોંગસાઈડથી આવતા ડાલાએ હડફેટે લેતા બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડયો

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે પાનસર પાસે સર્જાયેલા અકસ્માતમાં લુણાસણના યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે લુણાસણ ગામે રહેતાં પંકજજી બળદેવજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે ગત રવિવારના સાંજના સમયે તેમના જ ગામમાં રહેતાં મિત્ર આકાશજી વિષ્ણુજી ઠાકોર બાઈક લઈને કલોલ જતાં હતા જેથી પંકજજીએ પણ વડુ ગામે કામ હોવાથી ત્યાં મુકી જવાનું કહયું હતું. આકાશજી અને પંકજજી બાઈક નં.જીજે-૦ર-બીએચ-૦૬૮૬ લઈને નીકળ્યા હતા. દરમ્યાનમાં છત્રાલ ઈસંડ થઈ પાનસર તરફ જતાં હતા તે દરમ્યાન સાંકળીયા ઓક્સિજન કંપની આગળ પાનસર તરફથી આવતાં ડાલાના ચાલકે રોંગસાઈડમાં વાળી દેતાં તેમનું બાઈક ડાલા સાથે અથડાયું હતું અને પંકજજી અને આકાશજી નીચે પટકાયા હતા. શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં પંકજજીને રીક્ષામાં કલોલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે અન્ય વાહનમાં આકાશજીને પણ સિવિલમાં લાવતાં તેમને મૃત જાહેર કરાયા હતા.જેથી આ અકસ્માતની ઘટનાના પગલે કલોલ તાલુકા પોલીસે ડાલાના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:12 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST