Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોનાના કપરાકાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત : પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદ્દત ૩૦ જૂન સુધી લંબાવાઇ

વિજયભાઇ રૂપાણીનો રાજ્યના ખેડૂતોને મોટી આર્થિક રાહત આપતો કિસાન હિતકારી સંવેદનશીલ નિર્ણય : સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના ૪ ટકા તેમજ ભારત સરકારના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે : મુખ્યમંત્રીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૧૬.૩૦ કરોડનો ખર્ચ ભોગવશે

રાજકોટ તા. ૩ : કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે.ઙ્ગ

ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવીને રાજયના ધરતીપુત્રોનેઙ્ગ મોટી આર્થિક રાહત આપતો સંવેદનશીલ નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારાઙ્ગ લેવામાં આવ્યો છે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ એવો નિર્ણય પણ કર્યો છે કે સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજય સરકારના ૪ ટકા તેમજ ભારતના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજય સરકાર ચૂકવશે.

આ કિસાન હિતકારી નિર્ણય નાઙ્ગ પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૧૬.૩૦ કરોડનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.રાજયના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગેની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજયમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૃં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઙ્ગજયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.ઙ્ગ પરિણામે ગુજરાત રાજયના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.ઙ્ગ

કોવિડ-૧૯ના સેકન્ડ વેવમાં પણ માર્ચ-ર૦ર૧થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા તા. ૩૧-૦૩-ર૦ર૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે.

.આ સંજોગોમાં તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવા અંગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાંઙ્ગ રાજય સરકારે નિર્ણય કર્યો છે.ઙ્ગ

આના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે.ઙ્ગ

તા. ૦૧-૦૪-ર૦ર૧ થી તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી ૩ ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

(11:17 am IST)
  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST