Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

આંકલાવ શહેર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેકટરો સાથે ચાલકની રંગે હાથે ધરપકડ

આંકલાવ: શહેર પોલીસે આજે પેટ્રોલીંગ દરમ્યાન સંખ્યાડ ગામેથી પસાર થતી મહિ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરેલા બે ટ્રેક્ટરો સાથે ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કોરોના વાયરસની મહામારીને લઈને પેટ્રોલીંગ કરી રહેલી આંકલાવ પોલીસને માહિતી મળી હતી કે, સંખ્યાડ ગામેથી પસાર થતી મહિ નદીના પટમાં રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બે ટ્રેક્ટર કોઈપણ જાતની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર ખનન કરીને ભરેલા ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રેક્ટરના ચાલક રસિકભાઈ મંગળભાઈ સોલંકીને પણ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

 

(6:13 pm IST)