Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

ઉમરેઠ શહેરમાં ખેતરમાં દાટેલી ભેદી સંજોગોમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

ઉમરેઠ: શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાછળ આવેલા ખેતરમાંથી આજે દાટેલી એક મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા કરીને લાશને દાટી દેવામાં આવી હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આવતીકાલ લાશનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામા આવનાર હોવાનું જાણવા મળ્યું છે જેમાં હત્યાનું સાચુ કારણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

મળતી વિગતો અનુસાર આજે સાંજના સુમારે ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની પાછળ આવેલા ખેતરમાંથી દુર્ગંધ આવતી હોય ખેતરમાલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ખેતરના શેઢાએ આવેલા ગુંદાના ઝાડ નીચે તાજો ખાડો ખોદીને ઉપર માટી નાંખી દીધેલી હોવાનુ ંજોવા મળ્યું હતુ. પોલીસે ખાડો ખોદાવતા અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેની ઓળખવિધિ કરતાં છેલ્લા કેટલાક સમયથી ખેતરમાં રહેતી કોકિલાબેન નામની ૩૫ વર્ષની મહિલા હોવાનું ખુલવા પામ્યું હતુ.

(6:13 pm IST)