Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

મહેસાણામાં પરપ્રાંતીય યુવાનોનો હોબાળો:પોલીસની કલાકોની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો

મહેસાણા:કલેક્ટર કચેરી બહાર ૨૦૦થી વધુ પરપ્રાંતીય યુવાનોએ હોબાળો કરતા મામલો તંગ બન્યો હતો. વતન જવાની પરવાનગી નહી મળતાં પરપ્રાંતીય યુવાનો દ્વારા હોબાળો કરવામાં આવતા પોલીસ કાફલો કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવાયો હતો. અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.

કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન કરવાનો નિર્ણય થયો છે. મહેસાણામાં પણ લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે કેટલાય ધંધા અને ઉદ્યોગ બંધ થવાથી પરપ્રાંતમાંથી મહેસાણા જિલ્લામાં મજૂરી કામ અર્થે આવેલા મજૂરોની હાલત દયનીય બની છે. છેલ્લા પાંચ માસથી વધુ સમયથી અહીં રહેતા મજૂરો પાસે જે પૈસા હતા તે ખર્ચ થઈ ચુક્યા છે. અને હાલમાં ધંધા બંધ હોવાથી પૈસાની તંગી ઉભી થઈ છે.ત્યારે તેઓ પોતાના વતન જવા માટે કચેરીઓનો રઝળપાટ કરી રહ્યા છે.

(6:11 pm IST)