Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

આણંદ:ખંભાતમાં લોકડાઉનમાં પોલીસની ટીમે ફરસાણની દુકાનોમાં તંત્રના દરોડા:અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો

આણંદ:સમગ્ર ભારત દેશમાં એક માસ ઉપરાંતના સમયગાળાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણાં લાંબા સમયથી ફરસાણની દુકાનો બંધ રહેતા દુકાનોમાં સ્ટોક કરાયેલ વિવિધ ફરસાણની વાનગીઓ તથા મિઠાઈઓનો નાશ કરવા આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. જે અંતર્ગત જિલ્લાના ખંભાત ખાતે આવેલ વિવિધ ફરસાણની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. આણંદ જિલ્લામાં આવેલ તમામ નગરપાલિકાને પોતપોતાના વિસ્તારની ફરસાણની દુકાનોમાં રહેલ અખાદ્ય વાનગીઓનો નાશ કરવાના આદેશ કરાયા છે.

લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થતા હવે આગામી તા.૧૭ મે સુધી લોકડાઉન લંબાવાયું છે ત્યારે લોકડાઉનને પગલે આણંદ જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી બંધ છે. જો કે દુકાનોમાં છેલ્લા ઘણાં દિવસોથી સ્ટોક કરાયેલ ફરસાણની વિવિધ વાનગીઓ તેમજ મિઠાઈનો જથ્થો જાહેર આરોગ્ય માટે જોખમી હોય આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાં રહેલ ફરસાણની વાનગીઓ તેમજ મિઠાઈનો નાશ કરવાના આદેશ કરાયા છે.

(6:09 pm IST)