Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

મેના અંત સુધીમાં કોરોનાનો ડબલીંગ દર શૂન્ય કરવાનું લક્ષ્યઃ વિજય નેહરા

અમદાવાદમાં કેસ ડબલ થતા ૮માંથી ૧૨ દિવસ થવા લાગ્યા

અમદાવાદઃ કોરોના સંક્રમીતોની વધતી સંખ્યા વચ્ચે અમદાવાદના મ્યુનીસીપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવેલ કે શહેરમાં દર્દીઓનો ડબલીંગ રેસીયો ૧૨ દિવસનો થયો છે. એકટીવ કેસ પણ ૧૦ ટકાથી ઘટીને ૬ ટકા થયો છે. અમદાવાદ શહેરમાં ૧૫ એપ્રિલ સુધીમાં ડબલીંગ દર ૪ દિવસનો હતો. ૨૭ એપ્રિલથી એ ૮ દિવસ થયો અને હવે ૧૨ દિવસે સંખ્યા ડબલ થાય છે. જો ડબલીંગ દર ૪ દિવસનો હોત તો દરરોજ ૨ હજાર દર્દીઓએ સંખ્યા પહોંચત.  વિજય નેહરાએ વધુમાં જણાવેલ કે ૧૪ એપ્રિલ બાદથી સતત એકટીવ કેસ ઘટી રહ્યા છે. મે મહિનાના અંત સુધીમાં ડબલીંગ દર શુન્ય ઉપર લાવવાનો લક્ષ્ય મેળવવા બધાએ સાથે મળી કામ કરવુ પડશે.

(12:43 pm IST)