Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ખંભાતમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપ્યા

ખંભાત:શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારીને બે શખ્સોને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી પાડીને કુલ ૧૩૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, આજે રમાઈ રહેલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ચૈન્નાઈ અને કોલકાત્તા વચ્ચેની મેચ ઉપર જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તૌફિક અજીમભાઈ શેખના મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રમાઈ રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં ટીવી મેચ ઉપર જોઈને બે મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતો એક શખ્સ પકડાઈ જવા પામ્યો હતો. જેનું નામઠામ પુછતાં તે જહીરુદ્દીન સલાઉદ્દીન શેખ હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની પાસેથી બે મોબાઈલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ તેમજ ક્રિકેટનો સટ્ટો લખેલ ચોપડો મળી આવ્યો હતો. જેની સાથે કુલ ૧૩૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની ઝહીરુદ્દીન તેમજ તૌફિકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી હતી.

 

(5:56 pm IST)