Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજપીપળામાં વેપારીઓ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ નહિ હોય તો ધંધો નહિ કરી શકે ની જાહેરાય બાદ તંત્રએ ફેરવી તોડ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં તંત્ર દ્વારા ફરતી કરાયેલી એક પ્રચાર રીક્ષા માં કરાયેલી જાહેરાત મુજબ દરેક લારી,ગલ્લા, દુકાનોમાં ધંધો કરતા વેપારીઓ કે 45 થી વધુ ઉંમરના વેપારીઓ એ કોવિડ ટેસ્ટ અને રસીકરણ ફરજીયાત કરાવવાનો રહેશે જેમાં જે વેપારીઓ પાસે કોરોના નો નેગેટીવ રિપોર્ટ અવ્યાનુ સર્ટી હશે અને રસી લીધી હોવાના પુરાવા હશે તે જ વેપારીઓ ધંધો કરી શકશે બાકીના વેપારીઓ ધંધો નહિ કરી શકે તેવી રિક્ષામાં જાહેરાત થતાંજ રાજપીપળા બજારના ઘણા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ મીડિયાએ આ બાબતની નોંધ લેતા જ તંત્રએ ફેરવી તોડ્યું હતું.અને રેકોર્ડિંગમાં ભૂલ થઈ હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.

(10:08 pm IST)