Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

વડોદરા : રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલાની ગાડીનો રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ ગયો ત્યારે બ્રિજ નીચે પ્રતિક્ષા કરી રહેલા કોંગી કાર્યકરો તેમજ ખેડૂત આગેવાનોમાં નિરાશા જોવા મળીઃ કોંગ્રેસના કાર્યકરો હાથમાં ફુલહાર લઈ ઉભા રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર સમગ્ર રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ જતા સમગ્ર કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ ટીકૈટ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કરજણ ખાતે ખેડૂત સંગઠન તેમજ કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોઈ માત્ર જૂજ સંખ્યા જોવા મળી હતી. માત્ર કૉંગ્રેસ હોદેદ્દારો અને જૂજ સંખ્યામાં ખેડૂત આગેવાનો જોવા મળ્યા હતા.

 જ્યારે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલાની ગાડીનો રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ ગયો ત્યારે બ્રિજ નીચે પ્રતિક્ષા કરી રહેલા કોંગી કાર્યકરો તેમજ ખેડૂત આગેવાનોમાં નિરાશા જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં ફુલહાર લઈ ઉભા રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર સમગ્ર રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ જતા સમગ્ર કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો હતો. કરજણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

(5:43 pm IST)