Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સરકાર હવે ગંભીર બની...: ધન્વતરી-આરોગ્ય રથ માટે ડોકટરો-નર્સીંગ સ્ટાફની કોન્ટ્રાકટ મારફત ભરતી શરૂ

રાજકોટ સહીત ૭ સ્થળે વોક-ઇન ઇન્ટરવ્યૂ શરૂ

રાજકોટ તા. પ : રાજયભરમાં કોરોના કહેર વધી રહ્યો છેે. ત્યારે અગાઉથી કોરોના લહેરમાં અત્યંત કારગત નિવડેલ ધન્વંતરી રથ અને આરોગ્ય રથની સેવાઓને હવે વધુ સુદ્દઢ બનાવવા સરકારે ગંભીરતા પૂર્વક પગલા લેવાના શરૂ કર્યા છ.ે

આ માટે સરકારે જી.પી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કે જે રાજય સરકારની નોડલ એજન્સી છે તેના મારફત લોકભાગીદારી પધ્ધતિથી આરોગ્ય રથ-ધન્વંતરી સ્થળ બી.એચ.એમ.એસ. ડોકટરોને રૂ.૩૦ હજારના માસિક ફીકસ પગારથી અન ેલેબ ટેકનીશ્યન તથા પેરા મેડીકલ સ્ટાફને ભરતી કરવામાં આવી રહી છ.ે

જે સ્થળે આ ભરતીના વોક-ઇન ઇન્ટરવ્યું શરૂ થયા છે. તેમાં અમદાવાદ-વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ વગેરે શહેરોનો સમાવેશ થાય છે.

(4:45 pm IST)