Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગુજરાતની દરેક કોર્ટોમાં વેકિસનેશન કેમ્પો કરવા જીલ્લા બાર એસો. દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટીશને રજુઆત

રાજકોટ, તા. પ : રાજયની દરેક કોર્ટમાં વેકિસનેશનના કેમ્પો કરવા ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન ચીફ જસ્ટિસને રજુઆત કરી છે.

કાયદા ફેકલ્ટિનો અવાજ એવા રાજકોટ ડિસ્ટ્રિક બાર એસોશિએન દ્રારા સમગ્ર વિશ્વને ભરડો લઈ લીધેલ એવી  કોવિડ-૧૯ની મહામારીની માન્ય વેકિસન ઉપલબ્ધ થયે સુપ્રિમ કોર્ટના જસ્ટિસં સ્ટાફ અને વકિલો,  હાઈકોર્ટોના જસ્ટિસ સ્ટાફ અને વકિલો તથા શહેર, જીલ્લા, તાલુકાની કોર્ટોના જર્જો  સ્ટાફ તથા વકિલોને અપાય તે સબંધે ઘટતું કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન શ્રી ડો.  હર્ષવર્ધનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી શ્રી કિશોર(કુમાર)ભાઈ કાનાણી,  લીગલ સેલના કન્વિનર શ્રી જે. જે. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ  ઈન્ડિયાના સભ્ય શ્રી દીલીપભાઈ પટેલને કરેલ રજુઆતના સંદર્ભમાં ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ  ફેમીલી વેલફેરના સેકશન ઓફિસર શ્રી મલયકુમારે ડેપ્યુટી સેકેટરી શ્રી મીનાને રાજકોટ ડિસ્ટ્રિકટ બાર  એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની રજુઆતના સંદર્ભમાં કોવિડ-૧૯ની વેકિસનના રસીકરણ માટે  યોગ્ય ગાઈડ લાઈન નકકી કરવા જણાવેલ.

 ત્યારબાદ ભારત સરકાર દ્રારા કોવિડ-૧૯ની રસીકરણ માટેની  ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ અને તે મુજબ આરોગ્ય કર્મચારી, આરોગ્ય સેવા સાથે સંકળાયેલા ફન્ટલાઈન  વર્કર, ૬૦ વર્ષથી ઉપરના તમામ અને કોમોર્બોડીટી ધરાવતા ૪૫ વર્ષથી ૫૯ વર્ષના તમામને તબકકા પ્રમાણે  રસીકરણ કરવામાં આવે તે પ્રકારે સુચનાઓ આપેલ અને તે પગલે ગુજરાત સરકારના અધિક નિયામક ડો.  નિલમ પટેલે સેકશન અધિકારીશ્રી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગને જણાવેલ છે કે, હાલમાં સર્વેની  કામગીરી પુર્ણ થતા ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે  અને તે મુજબ ભારત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેકિસનની ફાળવણી કરી ગુજરાત રાજયમાં કોવિડ  પોર્ટલ પર રજીસ્ટર્ડ સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેકિસનેશન કરવામાં આવી રહેલ છે અને રાજકોટ  ડિસ્ટ્રિકટ બાર એસોશિએશનની રજુઆત ઘ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.  ત્યારે રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્રારા સમગ્ર રાજયની કોર્ટોના જજ સ્ટાફ તથા  વકિલોને જે તે કોર્ટો પર જ કોવિડ-૧૯ની વેકિસન મળી રહે તે માટે હાલમાં વેકિસન, મેડિકલ સ્ટાફ પણ ઉપલબ્ધ  હોય ત્યારે દરેક તાલુકા, જીલ્લાની કોર્ટોમાં રસીકરણ માટેના કેમ્પો કરી જાગૃતતા લાવવા અને કોવિડ-૧૯ની  મહામારીને કાબુમાં લાવવા ઘટતું કરવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ચીફ જસ્ટિસ    વિકમભાઈ નાથ, કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, લીગલ  સેલ ભાજપાના કન્વિનર જે. જે. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઈ પટેલ તથા ચુંટાયેલા  સભ્યોને રજુઆત કરવામાં આવેલ છે અને આવા કેમ્પોમાં વઘુમાં વધુ જજીઝ, સ્ટાફ તથા વકીલો કોવિડ-૧૯ની  વેકિસન મુકાવે તેવી પ્રમુખ એન. આર. જાડેજા, ઉપ પ્રમુખ મેહુલ મહેતા તથા જયેશભાઈ બરોધરા, સેકેટરી   દિલીપભાઈ જોષી અને અજય પિપળિયા, જોઈન્ટ સેક્રેટરી જતીનભાઈ ઠકકર, નયનભાઇ વ્યાસ, ખજાનચી- વી. ડી.  રાઠોડ, લાઈબ્રેરી સેક્રેટરી નિવિદભાઈ પારેખ અને નિરવભાઈ પંડયા તેમજ કારોબારી સદસ્યો  વિરેન  રાણીંગા, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડા,  સોહિન મોર, આનંદ રાધનપુરા, કિશન વાલ્વા, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઈ,  જીતેન્દ્રસિંહ પરમાર, શૈલેષ સુચક, ઈસ્માઈલ પરાસરાએ અનુરોધ કરેલ છે.

(4:16 pm IST)