Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ભાજપ પ્રદેશ કારોબારી સભ્યપદે દિનેશભાઇ અમૃતિયાની નિમણુંક : ઠેરઠેરથી શુભેચ્છા

રાજકોટ તા. ૫ : મૂળ ભાયાવદરના અને હાલ રાજકોટ જાણીતા બિલ્ડર એવા દિનેશભાઇ અમૃતિયાની પ્રદેશ ભાજપ કારોબારી સભ્યપદે નિમણુંક થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

ભુતકાળમાં જિલ્લા ભાજપ મંત્રી અને ધોરાજી-ઉપલેટાના પ્રભારી તરીકે નિષ્ઠાપૂવર્ક જવાબદારી સંભાળી ચુકેલા દિનેશભાઇ (મો.૯૮૨૫૨ ૨૮૫૪૮) એ કોરોના પરિસ્થિતી વચ્ચે લોકડાઉન દરમિયાન સેવાકીય સંસ્થાઓની સાથે રહી લોકોની મદદ માટે સતત પ્રવૃત્ત રહ્યા હતા.

પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને લોકોપયોગી કામગીરી ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા કારોબારી સભ્ય તરીકે નિયુકિત અપાઇ છે. જે બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ અભિનંદન પાઠવેલ. ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ મનસુખભાઇ ખાચરીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી સહીતનાએ પણ તેમની નિમણુંકને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(4:16 pm IST)