Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં રાત્રી ગટર સફાઇ અભિયાનનો નવતર અભિગમ : ખાસ ટીમો દ્વારા સફાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે હાલ માં રાત્રી ગટર સફાઈ અભિયાન નો નવતર પ્રયોગ શરૂ કર્યો છે જેમાં ખાસ ટીમો બોલાવી મુખ્ય માર્ગોની ગટર ની સફાઈ થઈ રહી છે ત્યારબાદ શહેરના દરેક વોર્ડમાં આ અભિયાન હાથ ધરાશે.
 પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા મુજબ નગરમાં દીવસે વાહનો પાર્કિંગ,ટ્રાફીક અને લોકોની અવર જવર વધારે હોવાથી દીવસે ગટર સફાઇ કામગીરી યોગ્ય થઇ શકતી ન હોય  તેથી રાત્રે આ અભિયાન શરૂ કરાવ્યુ છે જેમાં એક અલગ ખાસ સફાઈ ટિમ મુકવામાં આવી છે મુખ્યત્વે ગટરો માં ગંદકી જામ થતા શહેરમાં મચ્છરો નો ઉપદ્રવ વધતા મેલેરિયા જેવો રોગચાળો ન વકરે તે માટે આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં લોકો પણ ગટરો માં કચરો ન નાંખી સારો સહકાર આપે તેવી વિનંતી છે

(11:00 pm IST)