Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે લગ્નમાં નાચવા બાબતે થયેલી બોલાચાલી ની રિસ રાખી હુમલો : 4 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામના બસ સ્ટેન્ડ પાસે લગ્નમાં નાચવા બાબતે થયેલી બોલાચાલી ની રિસ રાખી લાકડી, પાઇપ વડે હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ પ્રતાપનગર માં રહેતા વિશાલભાઈ મુકેશભાઈ વસાવા ની ફરિયાદ મુજબ ગત તા.14 માર્ચે લગ્નમાંમાં નાચવા બાબતે થયેલા ઝઘડો ની રીસ રાખી સાહેદ અક્ષીતભાઇને પ્રશાંત ઉર્ફે પઠાણ સતિષભાઇ વસાવા,ભીમા ચંદુભાઇ વસાવા, કિશન ચંદુભાઇ વસાવા તથા  વિક્રમભાઇ ચંદુભાઇ વસાવા ચારેય રહે.પ્રતાપનગર તા.નાંદોદ એ ઢીકાપાટુનો માર મારતા વિશાલ વસાવા છોડાવવા વચ્ચે પડતા સળીયો મારી લોહી કાઢી ઇજા પહોંચાડી તથા અન્ય એ લાકડીનો સપાટો મારી તથા સાહેદ અક્ષીતને આરોપી ને લાકડીનો સપાટો મારી સાહેદ દક્ષાબેનને પણ લાકડીનો સપાટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરતા રાજપીપળા પોલીસે ચારેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે

   
(11:00 pm IST)