Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને પક્ષકાર બનાવવા સામે લેવાયેલ વાંધા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા

રજુઆતો સાંભળવા માટે તૈયાર હોય તો પછી તેમને પક્ષકાર બનાવવા સામે કેમ વાંધો છે?

 

અમદાવાદ:ગુજરાત સરકાર દ્વારા  ફિક્સ પગારના કર્મચારીઓને પક્ષકાર બનાવવા સામે લેવાયેલ વાંધાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે આજે થયેલી સુનાવણીમાં સરકાર વતી . સોલિસિટ જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, સરકાર કર્મચારીના પ્રશ્નો સાંભળવા તૈયાર છે, પરંતુ તેમને પક્ષકાર તરીકે જોડવામાં આવે તેની સામે સરકારને વાંધો છે.જોકે, કોર્ટે મામલે જણાવ્યું હતું કે, જો સરકાર ફિક્સ પેના કર્મચારીઓની રજુઆતો સાંભળવા માટે તૈયાર હોય તો પછી તેમને પક્ષકાર બનાવવા સામે કેમ વાંધો છે?

 

   ફરિયાદ પક્ષના વકીલે પણ મામલે દલીલ કર્યા બાદ સુપ્રીમે સરકારના એફિડેવિટને ગ્રાહ્ય રાખવાનો ઈનકાર કરી કર્મચારીને પણ ઈફેક્ટિવ પાર્ટી તરીકે જોડાવવાનો હુકમ કર્યો હતો.

ફિક્સ પગાર મામલે અત્યાર સુધી યોગક્ષેમ ફાઉન્ડેશન કેસમાં મુખ્ય પ્રતિવાદી તરીકે જોડાયેલું હતું. સંસ્થાના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડ્યો હતો, અને અત્યાર સુધી કેસમાં ફિક્સ પગારમાં કામ કરતા સરકારી કર્મચારી જોડાયેલા નહોતા. જોકે, હાઈકોર્ટે કર્મચારીઓની તરફેણમાં આપેલા ચુકાદાને સરકારે સુપ્રીમમાં પડકાર્યો છે, ત્યારે જુદા જુદા સવર્ગના કર્મચારીઓએ કેસમાં પ્રતિવાદી તરીકે જોડાવવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી, જેનો સરકારે વિરોધ કર્યો હતો.

આ કેસની વધુ સુનાવી 20 એપ્રિલ 2018ના રોજ હાથ ધરાશે.

(12:23 am IST)