Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

વડોદરાના કરખડી ગામ પાસે ટેન્‍કર અને બાઇક વચ્‍ચે અકસ્માતઃ જંબુસરના બે વ્‍યક્તિના મોત

ફોટોઃ vadodra tanker bike akasmat 2 mot

વડોદરા: વડોદરાના પાદરાના કરખડી ગામ પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર તમામ લોકો જંબુસરના નાના અમનપુરાના રહેવાસી હતા.

આ અકસ્માતમાં બાઈક સવાર એક વ્યક્તિ ટ્રેકના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:08 pm IST)