Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મહેમદાવાદ પોલીસે કારમાંથી 18 હજારની કિંમતનો વિદેશી દારૂ પકડ્યો

મહેમદાવાદ:પોલીસે સેવાદળ સર્કલ રોડ પરથી કારમાંથી ૧૮ હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૃની દશ બોટલો ઝડપી પાડી હતી જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
મહેમદાવાદ પોલીસ ગઈકાલે સાંજે ખાત્રજ ચોકડી ટ્રાફિક ડ્રાઈવમાં નીકળી હતી. આ દરમિયાન નડિયાદ તરફથી એક સફેદ કલરની મારૂતી અલ્ટ્રોકાર નં. જીજે-૦૭ બીઆર-૩૧૦૫ આવતા તેને ઊભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે સાઈડમાંથી કાર હંકારી મહેમદાવાદ તરફ ભગાડી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનથી પીછો કરતાં સેવાદળ સર્કલ આગળ ગટરમાં ગાડી ઉતારી કાર ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા ગાડીમાં આગળની શીટ નીચે મરૂન કલરની બેગમાંથી વ્હીસ્કીની બોટલ નં. ૧૦ કિંમત રૂપિયા ૧૮૦૦૦નો તથા કાર રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૬૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનોં નોંધી કારના રજીસ્ટ્રેશન નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)