Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

હવે સરકારી ચોખા આગની ઝપટમાં ;વડોદરાના સરકારી ગોડાઉનમાં અચાનક આગ ;150 ટન ચોખા બળીને ખાખ

સેન્ટ્રલ વેરહાઉસમાં આગ લાગતા દોડધામ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો

વડોદરા ;સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં હવે સરકારી ચોખા ઝપટે ચડ્યા છે વડોદરાના સરકારી અનાજના ગોડાઉનમાં આગ લાગવાથી 150 ટન ચોખા બળીને ખાખ થઇ ગયા છે આગ લાગવાની વાત શંકાના દાયરામાં પોલીસ તપસા શરૂ થઇ છે.

   વડોદરામાં આવેલા સેન્ટલ વેર હાઉસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયરને જાણ થતા આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ કેવી રીતે લાગી તે શંકા ઉપજાવે છે. લાખો મેટ્રિક ટન અનાજ જ્યાં મુકવા માં આવ્યો છે અચાનક અનાજ માં આગ કેવી રીતે લાગી શકે અને જ્યાં કોઈ પણ પ્રકારનું લાઈટનું કનેક્શન ના હોય અને જ્યાં કોઈ જતું આવતું ના હોય ત્યાં આગ લાગી કેવી રીતે શકે ?

  આ કોઈ કાવતરું કે સાજીસ તો નથી તે દિશામાં પણ શંકા વ્યક્ત કરી છે  એફએસએલની મદદ લેવા સૂચન કરી છે. થોડા સમય પૂર્વે રાજકોટમાં આવી રીતે આગ લાગી જવાથી લાખો મેટ્રિક ટન અનાજ બળી ગયું હતું. આજે આવીજ ઘટનાનું પૂર્ણવર્તન થઈ જાત આજે આ આગ અને ત્યાર બાદ પાણીના મારાના કારણે 150 ટન ચોખા બરબાદ થયા છે.

(9:49 pm IST)