Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સુરતના પાંડેસરામાં મનપાના કોન્ટ્રાક્ટરદ્વાર રાખવામાં આવેલ 1.5 લાખની પાણીની પાઈપલાઈનની ઉઠાંતરી કરી ગઠિયો રફુચક્કર

સુરત: શહેરના પાંડેસરાના પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાંથી સુરત મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણીની લાઇનના રૂા. 1.05 લાખની મત્તાના પાઈપ તસ્કરો ચોરી ગયા હતા. ચોરીની ઘટનામાં ટ્રેક્ટર ચાલક પાઈપ લઇ જતા સીસીટીવીમાં કેદ થઇ જતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંડેસરાના-ભેસ્તાન રોડની પુનિતનગર સોસાયટીના આંતરિક રસ્તામાં પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. મનપાએ તેનો કોન્ટ્રાક્ટ અસરફખાન હમીદખાન પઠાણ (રહે. ખ્વાજાદાના દરગાહ નજીક, મોમનાવાડ, ગોપીપુરા)ને આપ્યો હતો અને સોસાયટીના આંતરિક રસ્તાનું ખોદકામ કરી મોટા ભાગની પાઈપ લાઇન નાંખી દેવામાં આવી હતી પરંતુ થોડું કામ બાકી હોવાથી પાણીની લાઇનના પાઇપ પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવી હતી. 

(5:44 pm IST)