Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

સુરતમાં ભાર બપોરે નાણાં ધીરનારની કરપીણ હત્યા :ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ

અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડ્યો

સુરત: ભર બપોરે સુરતના નવસારી બજારમા ફાયરિંગની ઘટનાએ સ્થાનિક લોકોમા ભયનો માહોલ ઉભો થયો હતો. મહેન્દ્ર શાહ નામની નાણાં ધીરનારની દુકાનમા માલિકને મારમારી બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

 અંગેની વિગત મુજબ સુરતમા રહેતા મહેન્દ્રભાઇ શાહ સોના-ચાંદીના દાગીના પર નાણાં ધીરવાનુ કામ કરતા હતા. તેમની નવસારી બજાર સ્થિત ઓફિસ આવેલી છે. આજે રાબેતા મુજબ તેઓ પોતાની ઓફિસ પર ગયા હતા. દરમિયાન બપોરના સમયે ત્રણ શખ્સો મોઢા પર રુમાલ બાંધી ઓફિસમા ઘુસી આવ્યા હતા અને મહેન્દ્ર ભાઇને લાકડા વડે મારમાર્યો હતો. બાદમા ત્રણ શખ્સ પૈકી એક શખ્સે મહેન્દ્રભાઇ પર બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્યાથી ભાગી છુટયા હતા.

  ઘટનાની જાણ થતા અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બાજુમા આવેલી દુકાનના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જે ફુટેજના આધારે પોલીસે આરોપી સુધી પહોચવાની કવાયત હાથ ધરી હતી. સારવાર દરમિયાન મહેન્દ્રભાઇએ દમ તોડતા પરિવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

 

(10:51 pm IST)