Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરામાં શુલભ શૌચાલયમાં પૈસા આપવા ઇન્કાર કરતા મામલો બિચક્યો :કર્મચારી પર ચાકુથી હુમલો

કુદરતી હાજતે આવેલ યુવાન પાસે પૈસા માંગતા ઉશ્કેરાઈને મારામારી :ઝઘડામાં વચ્ચે પડેલી મહિલાને પણ ઇજા

વડોદરા :શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલા સુલભ શૌચાલયમાં કુદરતી હાજત માટે આવેલા યુવાને પૈસા આપવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને કર્મચારી ઉપર ચાકૂથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મામલો  પોલીસ મથક સુધી પહોંચ્યો હતો

 અંગેની વિગત મુજબ ભીમનાથ બ્રિજ પાસે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સંચાલિત સુલભ શૌચાલયમાં એક યુવાન કૂદરતી હાઝત માટે આવ્યો હતો. કૂદરતી હાજત બાદ બહાર આવેલા યુવાન પાસે કર્મચારી અશોકકુમાર રાયે નિર્ધારીત રૂપિયા 5 માંગતા મામલો બિચક્યો હતો યુવાન અને કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. જેમાં રોષે ભરાયેલા યુવાને પોતાની પાસેના ચાકૂથી કર્મચારી ઉપર હુમલો કર્યો હતો.

  કુદરતી હાઝતે આવેલા યુવાનની સાથે આવેલા અન્ય યુવાને ઝઘડામાં વચ્ચે પડેલી એક મહિલાને પણ માર માર્યો હતો. મામલો ઉગ્ર બનતા કર્મચારીએ આ અંગેની જાણ સયાજીગંજ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને ઘટના અંગેની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

(10:49 pm IST)