Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમદાવાદ : જાડી યુવતીઓ માટે અનોખો ફેશન શો થશે

જાડી યુવતીઓને પ્રોત્સાહન આપવાનો હેતુઃ ૧૭મી માર્ચે શહેરના એસજી હાઇવે ઉપર ઔડા ગાર્ડનમાં યોજાનાર ફેશન શોમાં ૫૦થી વધુ યુવક-યુવતી ભાગ લેશે

અમદાવાદ,તા. ૫: સામાન્ય રીતે વધુ પડતા જાડા અથવા નોર્મલ જાડા લોકો તેમની સ્થૂળ કાયાને લઇ ચર્ચામાં અને ટીકાને પાત્ર બનતા હોય છે. નોર્મલથી સહેજ જાડા હોય તેવા યુવક-યુવતીઓ પણ ઘણીવાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે ત્યારે પ્લસ સાઇઝના જાડા યુવક-યુવતીઓને પ્રોત્સાહન આપવા અને સમાજમાં તેમને પણ સન્માનીય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર આગામી તા.૧૭મી માર્ચે જાડા યુવક-યુવતીઓના અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફેશન શો અને મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ અનોખા ફેશન શોમાં ૫૦ જેટલા જાડા યુવક-યુવતીઓ ભાગ લેશે. તેમને પ્રોત્સાહિત કરવા માટે મુવીમાં ઓફર અને મુંબઇ સ્થિત મેગેઝીનમાં ફોટો કવર અંગેના કરારની તક પણ પૂરી પડાશે. આ ફેશન શો માટે શહેરાં મિસ્ટર, મીસ એન્ડ મીસીસી ગ્લેમરસ ગુજરાત બ્યુટી પેજન્ટ ૨૦૧ના ઓડિશન્સ પણ યોજાયા હતાએમ ફેશન ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટના નિહાર વ્યાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જાડા લોકો સમાજમાં ઉપેક્ષાને પાત્ર અથવા ટીકા કે હાંસીને પાત્ર બનતા હોય છે પરંતુ સમાજમાં તેમનું પણ સન્માનીય અને ચોક્કસ સ્થાન હોય છે જ. પ્લસ સાઇઝના જાડા યુવક-યુવતીઓ માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી તા.૧૭મી માર્ચે શહેરના એસજી હાઇવે પર ઔડા ગાર્ડન ખાતે પ્લસ સાઇઝના યુવક-યુવતીઓના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોના ભાગરૂપે અમદાવાદમાં મિસ્ટર, મીસ એન્ડ મીસીસ ગ્લેમરસ ગુજરાત બ્યુટી પેજન્ટ ૨૦૧૯ના ખાસ ઓડિશન્સ યોજાયા હતા. જેમાં સેંકડો પ્લસ સાઇઝના યુવક-યુવતીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ફેશન ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટના નિહાર વ્યાસે ઉમેર્યું કે, પ્લસ સાઇઝની કે જાડી યુવતીઓને ઘણીવાર ફેશન શો જેવી ઇવેન્ટમાં ચાન્સ મળતો નહી હોવાથી તેઓ ઘણીવાર ડિપ્રેશન અને હતાશાનો શિકાર બનતી હોય છે પરંતુ અમારી સંસ્થા તેઓને રેમ્પ વોક કરવાનું સપનું સાકાર કરવાના ઇરાદાથી આ અનોખો ફેશન શો માત્ર ને માત્ર પ્લસ સાઇઝના યુવક-યુવતીઓ માટે યોજી રહી છે. તા.૧૭મી માર્ચના ફેશન શો ફિનાલેમાં ફેમીના મીસ ઇન્ડિયા ૨૦૧૮ અનુકૃતિ વાસ, મીસ્ટર વર્લ્ડ ૨૦૧૬ રોહિત ખંડેલવાલ, ધરમ સાવલાની સહિતના મહાનુભાવો ખાસ હાજર રહેશે અને પોતાના ખાસ અનુભવો સાથે સ્પર્ધક ઉમેદવારોને ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપશે.

(9:43 pm IST)