Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

DBSની પ્રથમ શાખા હવે અમદાવાદમાં શરૂ થઇ છે

અસરકારક અને ઉત્કૃષ્ટ સેવા આપવાનો નિર્ધારઃ ડીબીએસ બેંક ઇન્ડિયાનો ભારતનાં ૨૫ શહેરમાં ૧૦૦થી વધારે ફિઝિકલ ટચપોઇન્ટ સ્થાપિત કરવા માટેનો લક્ષ્યાંક

અમદાવાદ, તા.૫: સીંગાપોરની ટોપ ગણાતી ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ (ડીબીઆઇએલ)એ આજે અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં એની પ્રથમ શાખા શરૂ કરી હતી. શહેરના પ્રહલાદનગરમાં સ્થિત આ શાખા મોટાં, મધ્યમ અને લઘુ વ્યવસાયો તેમજ રિટેલ ગ્રાહકોની બેંકિંગની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ પ્રકારનાં નાણાકીય ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ પોર્ટફોલિયો પ્રદાન કરશે. ડીબીએસ બેંક ઇન્ડિયાનાં સીઇઓ સુરોજિત શોમે આ પ્રસંગે બેંકના તમામ ગ્રાહકોને ત્વરિત, અસરકારક અને ઉત્કૃષ્ટ સેવા આપવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું, ડીબીએસ બેંક વડોદરાનાં જૂનાં પાદરા રોડ પર પણ એક નવી શાખાનું ઉદ્ઘાટન કરશે, જેનાં પરિણામે ગુજરાતમાં એની શાખાઓનું નેટવર્ક વધીને ત્રણ શાખાઓનું થશે. અત્યારે બેંક સુરતમાં એક શાખા ધરાવે છે. બેંક ડીબીએસ ગ્રૂપ (સિંગાપોર)ની શાખા તરીકે છેલ્લાં ૨૫ વર્ષથી ભારતમાં કામગીરી કરે છે, જેને ૧ માર્ચ, ૨૦૧૯નાં રોજ એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડમાં પરિવર્તિત કરી છે. આ આગામી ૧૨થી ૧૮ મહિનાઓમાં દેશનાં ૨૫ શહેરોમાં શાખાઓ અને કિઓસ્કનાં સમન્વય મારફતે ૧૦૦થી વધારે કસ્ટમર ટચપોઇન્ટ સ્થાપિત કરવાનો આશય ધરાવે છે. ડીબીઆઇએલ અમદાવાદ સહિત મુંબઈ, ગુરુગ્રામ, નોઇડા, હૈદરાબાદ, કોઇમ્બતૂર, વડોદરા, ઇન્દોર, લુધિયાણામાં નવ નવી શાખાઓ ખોલી રહી છે. બેંક બેંકની સુવિધાઓથી વંચિત ગ્રામીણ વિસ્તારોમાં પણ પાંચ શાખાઓ શરૂ કરશે. અત્યારે ડીબીઆઇએલ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, ચેન્નાઈ, કોલકાતા, પૂણે, નાશિક, સુરત, કોલ્હાપુર, સાલેમ, કુડોલર અને મોરાદાબાદ એમ ૧૨ શહેરોમાં કાર્યરત છે. ડીબીઆઇએલ મોટા કોર્પોરેટ, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો તથા વ્યક્તિગત ગ્રાહકોને વધારે સેવા આપવા ફિઝિટલ મોડલ મારફતે ભારતમાં એની વૃદ્ધિ યોજનાને વેગ આપશે, એની કામગીરીનું વિસ્તરણ કરશે અને પહોંચ વધારશે. ડીબીએસ બેંક ઇન્ડિયાનાં સીઇઓ સુરોજિત શોમે વધુમાં ઉમેર્યું કે, છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન અમે બેંકિંગ સેવાઓને નવેસરથી પરિભાષિત કરવા તથા વ્યક્તિગત અને બિઝનેસ ગ્રાહકોને બેંકિંગનાં નવા સોલ્યુશન પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

વર્ષ ૨૦૧૮માં દુનિયામાં બેસ્ટ બેંક બનેલી ડીબીએસ બેંકિંગની ભવિષ્યની સેવાઓ નવેસરથી પ્રદાન કરવાની સફરમાં અગ્રેસર છે. લગભગ બે વર્ષ અગાઉ ડીબીએસ દ્વારા ડિજિબેંક શરૂ કર્યા પછી બેંકે ભારતમાં ૨.૫ મિલિયનથી વધારે ડિજિબેંક ગ્રાહકો મેળવ્યાં છે. સેવિંગ્સ એકાઉન્ટ ઉપરાંત ડિજિબેંક અનસીક્યોર્ડ લોન પણ ઓફર કરે છે તથા વિવિધ ફંડ હાઉસ પાસેથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે પેપરલેસ પ્રક્રિયા ઓફર કરે છે. ડીબીએસ ઇન્ડિયા એનાલિટિક્સ- સંચાલિત પ્લેટફોર્મ પર આધારિત વિવિધ જીવન વીમા કંપનીઓની પસંદગી ઓફર કરવામાં પણ પ્રથમ હતી.

(9:47 pm IST)