Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

યુવાનોના હિતમાં સરકાર રિટ પિટિશનને પરત ખેંચે

યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા કોંગીની માંગઃ કોન્ટ્રાક્ટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટાપાયે શોષણ

અમદાવાદ,તા.૫: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના લાખો યુવાનોના હક્ક અને અધિકાર માટે ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ ર્સોસિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ અને તેમાં પણ પગારની ચુકવણીમાં ચાર-ચાર મહિનાનો વિલંબને પરિણામે રાજ્યના લાખો યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશની લાગણી તેનું પ્રતિબિંબ અનેક સામાજીક સમસ્યા અને અંતિમ પગલાં જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. રાજ્યમાં પાંચ લાખ કરતાં વધુ ફીક્ષ પગાર ધારકો, કોન્ટ્રકટપ્રથા અને આઉટ ર્સોસિંગના નામે શોષણ કરતી ભાજપ સરકાર સામે "સમાન કામ – સમાન વેતન"ની ન્યાયિક માંગણી સાથે લડત આપી રહ્યા છે.

નામદાર વડી અદાલતની ડીવીઝન બેન્ચે ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સરકારની શોષણવાળી નીતિ સામે "સમાન કામ – સમાન વેતન" ચુકાદો આપ્યો છે. જેની સામે યુવા વિરોધી ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા ગુજરાતના લાખો યુવાનો સતત ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ગુજરાતના પાંચ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રકટપ્રથા, આઉટ ર્સોસિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ભાજપ સરકારની સહાયકપ્રથા નીતિને નામદાર વડી અદાલતે પણ રદ્દ કરી નાખી છે. જેની સામે ભાજપસરકાર સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ ર્સોસિંગથી યુવાનોને શોષણનો ભોગ બનવું છે. હાઇકોર્ટના નિર્ણય સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે.  સરકાર ડરીને ચૂંટણી સમયે નજીવો પગાર વધારો કરે છે. ભાજપ સરકાર યુવા વિરોધી અને શોષણવાળી નીતિ ધરાવે છે.

 

(9:31 pm IST)