Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

હવે રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓનો વારો : 8મીએ માસ સીએલ પર ઉતરશે :11મીથી અચોક્કસ મુદતની હડતાલ

મહામંડળ હડતાલ કમિટીએ મુખ્યપમંત્રીએ પત્ર લખીને હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી

અમદાવાદ :રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. 8 માર્ચે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. અને 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે. જેમાં 10 હજાર જેટલા કર્મચારીઓ જોડાશે.

  ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળ હડતાલ કમિટીએ મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીને પત્ર લખીને હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે. મહેસૂલ પ્રધાન અને મુખ્યપ્રધાનને વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નો ન ઉકેલાતાં મહેસૂલ કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

(7:13 pm IST)