Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

નડિયાદ નજીક વસો-પીજ રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકને ગંભીર ઇજા

નડિયાદ: શહેરમાં પીજ રોડ પર આવેલ સહજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં ભાવિનભાઈ ગોવિંદભાઈ મકવાણા ગત શનિવારના રોજ પોતાનું મોટરસાઈકલ નં જીજે ૦૭ બીઈ ૨૯૩૨ લઈ પીજ-વસો રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન શ્રીજીપુરા પાટીયા નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ બજાજ કંપનીના પલ્સર મોટરસાઈકલ નં જીજે ૦૭ બીઈ ૨૮૦૦ ના ચાલકે ભાવિનભાઈની મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભાવિનભાઈને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ભાવિનભાઈ ગોવિંદભાઈ મકવાણાની ફરિયાદને આધારે વસો પોલીસે પલ્સર મોટરસાઈકલના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:13 pm IST)