Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં તસ્કરોએ ઓફિસનું તાળું તોડી 50 હજારની મતાની ઉઠાંતરી કરી: કંપનીના શેઠની પત્ની પર શંકા થતા તપાસ શરૂ

વડોદરા:શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં ચાર દિવસ અગાઉ રાત્રે ત્રાટકેલા તસ્કરો ઓફિસનું તાળું ખોલીને કર્મચારીઓના પગાર તેમજ કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત ૫૦ હજારથી વધુની મતાની ચોરી કરી ગયા હતા. આ ચોરીમાં કંપનીના જ શેઠની પત્નીની  સંડોવણી હોવાની શંકા સાથે કંપનીના પટાવાળાએ પોલીસ ફરિયાદ કરી હતી. 

મકરપુરા એરફોર્સ પાછળ આવેલા અવધૂતનગરમાં રહેતા ધર્મેન્દ્રકુમાર શાહ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી દીપક ફેબ્રીકેશન નામની કંપનીમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીના બે માલિકો છે અને કંપનીની ઓફિસની બે ચાવીઓ પૈકી એક ધર્મેન્દ્રકુમાર તેમજ અન્ય માલિક પાસે હોય છે.

(5:11 pm IST)