Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

નડિયાદ નજીક ફેકટરીમાં લાખોની કિંમતના પથ્થરની ચોરીથી અરેરાટી

નડિયાદ: નજીક આવેલ એક ફેક્ટરીમાંથી કેટલાક ઇસમો લાખોની કિંમતના પત્થરોની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ નજીક આવેલ ભૂમેલ ગામની સીમમાં પૃથ્વી સ્ટોનનું ગોડાઊન આવેલુું છે. આ ગોડાઉનમાં પંદરેક દિવસ પહેલા ટ્રેક્ટર અને આઇસર ગાડી લઇને કેટલાક ઇસમો પત્થર લેવા આવ્યા હતા. તે સમયે ફેક્ટરીમાં કામ કરતા હાર્દિકભાઇ મહેતાએ ફરિયાદી જૈનિકભાઇ નરેશભાઇ શાહને ફોેન કર્યો હતો. અને જણાવ્યું હતું કે ફેક્ટરીમાં અગાઉ કામ કરતા દિનકર અને કૃષ્ણકુમાર ટ્રેક્ટર અને આઇસરમાં દસેક મજૂરોને લઇને આવ્યા છે. જે ફેક્ટરીમાંથી પત્થરો ભરીને લઇ જાય છે. 

(5:10 pm IST)