Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

કામરેજના શેખપુર ગામમાં નહેર પરથી પગ લપસતાં બે પિતરાઈ ભાઈનો પાણીમાં ગરકાવ

કામરેજ: તાલુકાનાં શેખપુરગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેર પર બે બાઈક પર ગયેલા પાંચ તરૂણમાંથી કુડસદનો ૧૩ વર્ષનો તરૂણ અકસ્માતે નહેરની પાળ ઉપર પગ લપસતા નહેરનાં પાણીમાં તણાયો હતો. તરૂણને બચાવવા તેના પિતરાઈ ભાઈએ નહેરનાં પાણીમાં કુદી પડતા તે પણ સાથે તણાઈ ગયો હતો. સામે કિનારેથી એક યુવાને બંને ભાઈઓને બચાવવા પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ ગયો હતો. સુરતનાં કોસાડ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી હતી.

ઓલપાડ તાલુકાનાં કુડસદ સમૂહ વસાહત કીમ રોડ ઉપર પરિવાર સાથે રહેતા વિનય શિવકુમાર પાસવાન (ઉ.વ.૧૩) ધો.૭માં અભ્યાસ કરે છે. વિનય પાસવાનનાં પિતરાઈ ભાઈ પ્રદીપ પાસવાન (ઉ.વ.૧૭, રહે. સચીન, સુરત) બે દિવસની રજામાં વિનયનાં ઘરે આવેલા હતા. આજે સોમવારે બંને ભાઇઓ તેમના ત્રણ મિત્રો ઈરફાન, સુશીલ અને વિશાલ સાથે બે બાઈક પર કેમેરો લઈને ફોટોગ્રાફી કરવા ગયા હતા. પાંચેય તરૂણ મિત્રોએ ખુલ્લા ખેતરમાં ફોટોગ્રાફી કરી હતી. સાંજે ત્રણ વાગ્યે કામરેજ તાલુકાનાં શેખપુર ગામની સીમમાં પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરનાં રોડ પર જઈ બાઈક પાર્ક કરી હતી. 

 

(5:09 pm IST)