Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરાના આજવા રોડ પર રીક્ષા પલ્ટી ખાતા વૃદ્ધનુ સારવાર દરમ્યાન મોત: મહિલાને ગંભીર ઇજા

વડોદરા:શહેરના આજવારોડ પરથી શટલિયા રિક્ષા પલ્ટી ખાઈ જતા રિક્ષામાં બેઠેલી એક મહિલા અને એક વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકીનું વૃધ્ધનું સારવાર મળે તે અગાઉ મોત નીપજ્યું હતું.

શહેરના આજવારોડ પર આવેલા કાન્હા સિટીમાં રહેતા ૮૦ વર્ષીય શીરૃમલ નવલરામ લોહાણા ગઈ કાલે બપોરે કામઅર્થે નીકળ્યા હતા. તે શટિલયા રિક્ષામાં બેસીને જતા હતા તે સમયે તેમની રિક્ષાના ચાલકે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા આજવારોડ પર મારવેલ હોટેલની સામે પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં તે રિક્ષા નીચે દબાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન થયા હતા. આ ઉપરાંત અન્ય મુસાફર વદનાબેન દેવીપૂજકને પણ ઈજાગ્રસ્ત થતાં બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જમનાબાઈ હોસ્પિલમાં ખસેડાયાહતા.

 

(5:07 pm IST)