Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરામાં મનપાને શહેરની ખાનગી સોસાયટીમાં કામગીરી માટે 23.38 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ, લાઈટ અને પાણીના કામો કરવા રૃા.૨૩.૩૮  કરોડની ગ્રાંટ મંજૂર કરી છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પાણીની પાઈપ લાઈન તથા ગટરના કુલ ૪૭૫ કામોની અંદાજી રૃા.૩૩.૪૦ કરોડની દરખાસ્ત  વડોદરા કોર્પોરેશને સૈધ્ધાંતિક મંજૂર માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને મોકલી હતી.વડોદરાને કુલ રૃા.૨૦૪.૧૯ કરોડની ચૂકવણી કરવામાં આવેલી છે. હવે ૩૩.૪૦ કરોડના ૪૭૫ કામો કરવાના છે.જેમાં દક્ષિણઝોનમાં ૧૧.૪૪ કરોડની ૧૭૮  દરખાસ્તો, પૂર્વઝોનમાં  ૮.૭૪ કરોડની ૭૩, પશ્ચિમ ઝોનની ૩.૪૭ કરોડની ૩૫  અને ઉત્તર ઝોનની ૯.૭૩ કરોડની ૧૮૯ દરખાસ્તોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

 

(5:06 pm IST)