Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત: નારોલ બ્રિજ નીચે કિશોરને ટક્કર મારી કાર ચાલક રફુચક્કર: કિશોરનું મોત

અમદાવાદ: શહેરમાં બેફામ વાહનો હંકારવાના કારણે ગંભીર અકસ્માત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. નારોલ બ્રિજ નીચે ચાલતા પસાર થઇ રહેલા કિશોરને ટક્કર મારી કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો, ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું મોત નીપજતા જે ડિવીઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે કારના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ઇસનપુરમાં ચામુંડાનગર ખાતે રહેતા કલસિંગ લાલાસિંગ પારઘીએ જે ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨ના રોજ રાત્રે ૯ વાગે ફરિયાદી તથા તેમની ફોઇના દિકરા મનોજ (ઉ.વ.૧૫) સાથે જમીને ફરવા નીકળ્યા હતા. દરમિયાન નારોલ બ્રિજ નીચે બીઆરટીએસ રોડ પરથી પસાર થતા હતા આ સમયે ઇસનપુર તરફથી સફેદ કલરની મારૃતી કાર પૂર ઝડપે આવી રહી હતી. કિશોરને ટક્કર મારતા તે ઉછળીને ડિવાઇડર સાથે અથડાયો હતો.

(5:05 pm IST)