Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમદાવાદને માવા મુકત કરીશુ : ડો. વિક્રાંત પાંડે

રાજકોટ : દેશને માવા મુકત, તમાકુ મુકત સ્વચ્છ બનાવવાની રાષ્ટ્રની યોજનાના ભાગરૂપે અમદાવા સરકીટ હાઉસ ખાતે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વોઇસ, ન્યુ દિલ્હી અને માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણીના સંયુકત પ્રયાસોથી યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના સેમીનારને સંબોધતા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ અમદાવાદને માવા મુકત કરવાનો નિરધાર વ્યકત કર્યો હતો. તમાકુથી આરોગ્યને થતી માઠી અસરો અને સરવાળે દેશની દુર્દશાનો ચિતાર રજુ કર્યો હતો. અમદાવાદમાં ચાલતા હુકાબાર બંધ કરાવવા સ્વયંસેવકો અને પોલીસ સાથે મળીને કામ કરશે. દેશમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાવવા સરકારને ભલામણ કરવાનો ઠરાવ સેમીનારમાં પસાર કરાવાયો હતો. સેમીનારના પ્રમુખસ્થાને ન્યાયમૂર્તિ એમ. એમ. ધારણી, મુખ્ય મહેમાન તરીકે કલેકટર ડો. વિક્રમ પાંડે, માજીમંત્રી ડો. નિર્મલાબેન વાઘવાણી, આઇ.એ.એસ. ડો. એસ. કે. નંદા, માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણી,  વોઇસ ન્યુ દિલ્હીના હેમંતભાઇ ઉપાધ્યાય, માજી સાંસદ રામજીભાઇ માવાણી, સી.આર.સી. અમદાવાદ અનુસાબેન આયર, ભાવતરૂષી શાસ્ત્રી અશોકભાઇ કોયાણી, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહીલા મંડળના પ્રમુખ શ્રીમતી દિપાબેન વી. કોરાટ, સામાજીક કાર્યકર સાલીનીબેન મહેતા, અશોકભાઇ મિશ્રા, સંસ્કૃત મહાવિદ્યાલય અમદાવાદના પ્રિન્સિપાલ હિતેન્દ્રભાઇ વ્યાસ, ગ્રાહક સુરક્ષા મંડળ કોડીનારના રામસિંહભાઇ મોરી, વી.આર.લાઇવ ટી.વી.ના આનંદભાઇ બારોટ, જનકભાઇ પટણી, સાલીનીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)