Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે : રદ્દ કરાયા મોદી - વિજય રૂપાણીના કાર્યક્રમો

૭ માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે

ગાંધીનગર તા. ૫ : ૬ માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે તેવી શકયતા હોવાથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ સરકારી કાર્યક્રમો કેન્સલ કરાયા છે. સંભાવના એવી છે કે ૭ માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬ માર્ચ પછીનાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરાયા છે. જેના પરથી ચર્ચાઈ રહ્યું છે કે, ૬ માર્ચ બાદ લોકસભા ચૂંટણી જાહેર થશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે.

૭ કે ૮ માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરી શકયતા છે. વડાપ્રધાન હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસ તથા બપોર બાદ ઈન્દોરના પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસ બાદ આ જાહેરાત થાય તેવી સંભાવાના છે. આ શકયતાને પગલે ૬ માર્ચના રોજ મહાત્મા મંદિરમાં યોજનાર પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓનો સામૂહિક ગૃહ પ્રવેશ તથા અન્ય સરકારી કાર્યક્રમો પણ સ્થગિત કરી દેવાયા છે.

(3:49 pm IST)