Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મોરારિબાપુની કથાના હોર્ડીઝ અને રેડિયો એનાઉસમેન્ટ માટે સરકારે ૧૩ લાખ ફાળવ્યા

રાજકોટ તા.૫: રાજ્ય સરકારે અમદાવાદમાં શ્રી મોરારિબાપુની કથાના હોર્ડીઝ અને રેડિયો એનાઉન્સમેન્ટ માટે રૂ.૧૩ લાખ આકસ્મિક નીધિમાંથી ફાળવ્યાનું બહાર આવ્યુ છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓના વિભાગ દ્વારા તા.૨૮ ફેબ્રુઆરીએ બહાર પાડેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે શ્રી ગિરિશ પી.દાણી, તુલસી વલ્લભ નિધિ, અમદાવાદે શ્રી મોરારીબાપુ દ્વારા તા.૨૩-૨-૨૦૧૯ થી તા.૦૩-૩-૨૦૧૯ દરમ્યાન અમદાવાદ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦ વર્ષની જયંતિની ઉજવણી અને નવજીવન ટ્રસ્ટના ૧૦૦મી વર્ષની ઉજવણી નિમિતે રામકથાના આયોજન માટે આર્થિક સહાય માટે દરખાસ્ત કરેલ હતી.

કાર્યક્રમ અંગે વર્ષ ૨૦૧૮-૧૯માં કોઇ જોગવાઇ ન હોવાથી શ્રી મોરારીબાપુની રામકથાના હોર્ડીગ્સ અને રેડીયો એનાઉન્સમેન્ટના ખર્ચ રૂ.૧૩ લાખ (અકે રૂપિયા તેર લાખ પુરા)ની રકમ આકાસ્મિક નિધિમાંથી પેશગી ઉપાડ કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી.

જેના અનુસંધાને નાણાં વિભાગ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંકઃ૪ની યાદીથી પ્રસ્તુત કાર્યક્રમ માટે આકસ્મિક નિધિમાંથી રૂ.૧૩ લાખની પેશગી મંજુર કરવામાં આવેલ છે. સદરહુ આ પેશગીની રકમ કમિશનરશ્રી યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના હવાલે શરતોને આધિન મુકવાના હુકમો કરવામાં આવેલ છે.

(3:48 pm IST)