Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : રાજ્યના 18,40 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તમામ ઝોન પર આઈકાર્ડ,કવર્સ અને પત્રકો પહોંચાડી દેવાયા :સંવેદનશીલ કેન્દ્રો પર સઘન સુરક્ષા

અમદાવાદ :ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે તેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.રાજ્યના તમામ 600 કરતાં વધુ ઝોન પર પ્રશ્ન પત્રો અને સ્ટેશનરી મોકલી સ્ટ્રોગ રૂમ સીલ કરી દેવાયો છે. મંગળવારથી એક્ઝામની પ્રી-પ્લાનિંગ શરૂ કરી દેવાશે. તમામ ઝોન પર આઈ કાર્ડ, કવર્સ, તેમજ પત્રકો પહોંચાડી દેવાયા છે

  .અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરના સેન્ટર્સ પરથી ધો.10 અને 12ના મળીને કુલ 18.40 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્નપત્રો લીક ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેના માટે સમગ્ર રાજ્યના કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરીને તેની સુરક્ષા સઘન બનાવાઇ છે.

(1:08 am IST)