Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

નવા વર્ષથી ધો.૧૦-૧૨ના ભાષાના વિષયોમાં NCERT પુસ્તકો લાગુ થશે

સરકાર દ્વારા પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં તબક્કાવાર એનસીઈઆરટી પુસ્તકો લાગુ કરવામા આવી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૧૯-૨૦થી ધો.૧૦ અને ૧૨ના ભાષાના વિષયોમાં પણ એનસીઈઆરટી પુસ્તકો લાગુ થશે.જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને કરાયેલા પરિપત્ર મુજબ ધો.૧૦માં હિન્દી માધ્યમની સ્કૂલોમાં હિન્દી-પ્રથમ ભાષામાં અને ધો.૧૦ ઉર્દુ માધ્યમની શાળાઓમાં ઉર્દુ-પ્રથમ ભાષાના પુસ્તક એનસીઈઆરટી કોર્સ આધારીત ભણાવાશે.

  આ ઉપરાંત ધો.૧૨ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી પ્રથમ ભાષાનું પુસ્તક અને ધો.૧૨ની હિન્દી માધ્યમની તમામ પ્રવાહની સ્કૂલોમાં હિન્દી-પ્રથમ ભાષાનું પુસ્તક એનસીઈઆરટી કોર્સ આધારીત ભણાવાશે.હાલ પ્રાથમિકમાં કેટલાક ધોરણોમાં ગણિત-વિજ્ઞાન વિષયોના પુસ્તકો એનસીઈઆરટી કોર્સ આધારીત ભણાવવામા આવી રહ્યા છે.

(11:17 pm IST)